Anilkumar Rathwa (Sameer) 17 May 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 5641 0 Gujarati :: ગુજરાતી
જે નથી સ્વાધીન, એને છોડવાની વાત કર, હાથમાં જે છે, પ્રવાહ એ મોડવાની વાત કર. વ્યર્થ શું કાંટો ગણીને દોષ દેવો ભાગ્યને? મરુધરામાં પણ પ્રણય-ઝર ખોદવાની વાત કર. લોકનિંદાથી ડરીને કેમ થંભાવી ગતિ? તું અડગ પગલે સદાયે ચાલવાની વાત કર. કાલની ચિંતા કરી શાને ગુમાવે આ સમય? આજની આ ક્ષણને તું સુવર્ણ કરવાની વાત કર. જે ગયું એ તો ગયું, એનો ન કર તું વસવસો, આ નવી શરૂઆતથી ઇતિહાસ રચવાની વાત કર.