Notification

अगर जीवन में फिर से जीवन मिलता है -जल्पा-सोलंकी

મળે જો જિંદગી ફરીવાર જીવન માં
તો માનવ બનીને જીવી લવ

અધૂરી રહી ગઈ જે ઇચ્છાઓ જીવનમાં
ઈચ્છાઓને પૂરી કરી જીવી લવ

મળે જો જિંદગી ફરીવાર જીવનમાં
તો માનવ બનીને જીવી લવ

અધૂરા રહી ગયા જે સપનાઓ જીવનમાં
એ સપના ઓને પૂરા કરી ને જીવી લવ

માંગી લવ મોહલત થોડી સમય પાસે થી
અને આ સમય માં એક જિંદગી ને જીવી લવ

મળે જો જિંદગી ફરીવાર જીવન માં
તો માનવ બનીને જીવી લવ

પહોંચી જાવ ફરી a બાળપણ માં
અને આ બાળપણ ને મન ભરી ને જીવી લવ

અધૂરી રહી ગઈ તી જે રમત સંતાકૂકડી ની
એ રમત ને પૂરી કરી લવ

મળે જો જિંદગી ફરીવાર જીવવા
માનવ બની ને જીવી લવ

આમ તો ઘણું જીવ્યા બીજાના માટે
હવે થોડું પોતાના માટે પણ જીવી લવ

મળે જો જિંદગી ફરીવાર જીવન માં
તો માનવ બની ને જીવી લવ
✍️Jalpa solanki ✍️

Leave a Comment

Connect with



Join Us on WhatsApp