Anilkumar Rathwa (Sameer) 28 Oct 2026 ग़ज़ल अन्य #google#bing#chhotaudepur#instagram 767 0 Hindi :: हिंदी
આંખમાં આંસુ છતાં મુસ્કાન રાખું છું, દર્દની વચ્ચે હૃદયમાં અરમાન રાખું છું. લાખ આંધી આવે તોયે શું થાય છે, હું પવનની સામે દીવડાની શાન રાખું છું. રણની રેતીમાં ભલે મૃગજળ મળે, તોય તરસનું હૃદયમાં સન્માન રાખું છું. પથ્થરો વરસે ભલે વફાદારી પર, હું હૃદયમાં સ્નેહનું મકાન રાખું છું. સમય સામે ઝૂકવું એ સ્વભાવ નથી, હું ખુદ્દારીનું અડગ આસમાન રાખું છું. દુનિયા બેદર્દ હોય તો હોય, 'સમીર', હું હૃદયમાં લાગણીનું સ્વાભિમાન રાખું છું.