Anilkumar Rathwa (Sameer) 02 Aug 2026 ग़ज़ल अन्य #Friendship day 1672 0 Hindi :: हिंदी
કાગળ ઉપર લખાય કે સિક્કા ઉપર વણાય, એવી વફાદારીની આ દુનિયામાં ક્યાં કિંમત જણાય? મિત્ર તો બસ એવો હોવો જોઈએ અંધારામાંય, જેના હોવાથી જ રસ્તે દીવાઓની જરૂર ન જણાય. સુખની ભાષા તો આખી દુનિયા સમજી જાણે છે, દર્દને જે કહ્યા વગર વાંચે, એ જ સાચો મિત્ર કહેવાય. શ્વાસની ભાગીદારી તો લોહીના સંબંધોમાંય ક્યાં હોય? આ તો બે અજાણ્યા જીવનો અજબ મેળ કહેવાય. સમયના વહેણમાં બધા ચહેરા બદલાતા જોયા છે મેં, એક દોસ્તી જ છે જે પથ્થર પર કોતરેલી વંચાય. માગીને મેળવવો પડે એ તો કોઈ સોદો છે 'સમીર', મિત્રતા તો એવો દરિયો છે, જે વિનંતી વગર છલકાય.