Anilkumar Rathwa (Sameer) 31 Mar 2026 ग़ज़ल समाजिक "ખાલીપો" 7445 0 Gujarati :: ગુજરાતી
ભલે હો હાથમાં કલમ, પણ શબ્દનો આધાર શું? જો મન જ સાવ કોરું હોય, તો પછી વિસ્તાર શું? સજાવી હોય તેં ભલે આ આખી દુનિયા કાચની, જો ભીતર શ્વાસ ના હોય, તો એનો શણગાર શું? દુકાનેથી ખરીદી લાવ તું રંગીન શાહીઓ ઘણી, લખાય ના જો વેદના, તો એનો કારોબાર શું? કલમ તો માત્ર દેહ છે, એ પ્રાણ-ભાવના માંગે, અર્થ વગરની લિપિનો, જગમાં કદી સ્વીકાર શું? હૃદયમાં જો કશી યે પીડા કે કોઈ ટપક ના હોય, તો સોનાની આ નિબનો, કાગળ પર અધિકાર શું? નિરાંતે બેસ તું જરા, મનનો ખાલીપો ભરી જો, ભાવ વગર આ રાત ને, કલમનો આ વ્યવહાર શું? જો મૌન પોતે બોલવા લાગે, તો સાચું લેખન છે, શબ્દ વગર હે દોસ્ત, તારી ગઝલની શરૂઆત શું?