Anilkumar Rathwa (Sameer) 09 May 2026 ग़ज़ल समाजिक #instagujarat #google #yahoo #bing #gujaratipoem 11151 0 Gujarati :: ગુજરાતી
જો તપાસી જોયું તેં મન તારું, ને નીકળ્યું એ સાફ, તો પછી દુનિયાના ડરની, શાને રાખે છે તું ફાળ? હૃદયના ખૂણે જો નથી કોઈ કપટ કે કોઈ પાપ, તો પછી ચિંતાના વાદળ, કેમ હણે તારો પ્રતાપ? જેમ સાગરમાં લહેરો હોય, પણ ઊંડાણ તો શાંત છે, તેમ સત્યના પથ પર ચાલનાર, સદાય નિભ્રાંત છે. નથી ડરવું કોઈ આંધીથી, નથી ડરવું કોઈ તોફાનથી, જેનું હૈયું અરીસો છે, એ જ જીવે છે સાચી શાનથી. કલમ ઉપાડી જે લખે છે, હૃદયના સાચા રણકારને, તેને નથી પરવા હોતી, જગતના ખોટા લલકારની.