Anilkumar Rathwa (Sameer) 15 Apr 2026 ग़ज़ल समाजिक #Google #Yahoo #Bing 9814 0 Gujarati :: ગુજરાતી
હજારો માઈલની આ સફરમાં, એક ડગલું ભરવું પડશે, સપનાંને જીવંત રાખવા, રાત આખી જાગવું પડશે. નજર આકાશ પર રાખજે, ભલે માર્ગમાં કાંટા હોય, જગત હિંમત હારે તો ભલે, તારે વિશ્વાસે લડવું પડશે. સફળતા પીરસેલી નથી મળતી અહીં કોઈને થાળીમાં, પરસેવે સીંચી ક્યારીને, ફૂલો માટે મથવું પડશે. ઠોકર વાગે તો ડરીશ નહીં, એ તો રસ્તો બતાવે છે, પડીને બેઠા થનારાએ જ, ઇતિહાસ લખવો પડશે. લક્ષ્ય રાખજે આંખ સામે, જેમ અર્જુનની માછલીની આંખ, પછી આભ તારું 'સમીર', બસ પાંખો ફેલાવવી પડશે.