Anilkumar Rathwa (Sameer) 12 Oct 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 1419 0 Hindi :: हिंदी
ફળની લાલસામાં કર્મનો સોદો કદી કરતો નહીં, બીજ વાવીને રોજ ધરતીને સવાલ કરતો નહીં. પુષ્પની ઇચ્છા હોય તો કંટકથી સંબંધ રાખ, શ્રમ વિના સિદ્ધિ મળે, એવી આશા રાખતો નહીં. જીતે તો મસ્તકને નમ્રતાનો શણગાર આપજે, હાર મળે તો હિંમતનો દીપક બુઝાવતો નહીં. સમયના હાથમાં સૌનાં મુખવટા ઊતરે છે, આરસી સામે ઊભા રહીને જાતથી ભાગતો નહીં. ફળ તો ઋતુ આવે ત્યારે ડાળીએ ઊતરે છે, કાચાં ફળની લાલચે મૂળિયાં કાપતો નહીં. જે હાથ કર્મથી ખાલી, એ ભાગ્યને શું બદલે? બંધ મુઠ્ઠીમાં સૂરજ શોધી, અંધકારને કોસતો નહીં. ‘સમીર’, તું કર્મની મશાલ લઈને ચાલતો રહેજે, દુનિયા દાદ દે કે ન દે, તું તારો ધર્મ છોડતો નહીં.