Anilkumar Rathwa (Sameer) 01 May 2026 ग़ज़ल समाजिक #google #yahoo #bing 13795 0 Gujarati :: ગુજરાતી
માત્ર બેસી રહેવાથી કંઈ વળતું નથી, પરસેવો પાડ્યા વગર ભાગ્ય ખૂલતું નથી. ડિગ્રીના કાગળ તો માત્ર એક રસ્તો છે, આવડત વગર મંજિલનું સરનામું જડતું નથી. તકની રાહ જોવામાં આખું આયખું જશે, સાચો પુરુષાર્થ કદી નકામો ઠરતો નથી. હાર ભલે મળે એકવાર કે બીજી વાર, હિંમત હારનારને કદી રસ્તો મળતો નથી. લખી નાખ 'સમીર' તારી સફળતા લોહીથી, કારણ કે મહેનતનો કોઈ બીજો પર્યાય હોતો નથી.