Anilkumar Rathwa (Sameer) 31 May 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram#gujaratipoem#gujaratilitrature 7248 0 Gujarati :: ગુજરાતી
પુસ્તકનાં પાનાંમાં ક્યાં આખી દુનિયા સમાય છે? અનુભવની ભઠ્ઠીમાં જ માણસ ક્યાં ઘડાય છે? ડિગ્રીઓનો ઢગલો હોવા છતાં મૂંઝવણ ઘણી છે, ઠોકર ખાધા વગર રસ્તો ક્યાં કોઈને જડાય છે? થિયરીનાં ગણિતમાં તો બધા જ પાસ થઈ જાય છે, પણ જીવનના પાઠમાં તો કોણ ક્યાં ખરા ઉતરાય છે? પુસ્તક તો બસ એક દીવાદાંડી સમાન છે, મિત્ર! ચાલીને રસ્તે જ મંજિલની સાચી સમજ પકડાય છે. હોય પુસ્તકીયું જ્ઞાન તો સારું, પણ યાદ રાખજે, સાચું જીવન તો પ્રેક્ટિકલ અનુભવથી જ જીવાય છે.