Anilkumar Rathwa (Sameer) 06 Apr 2026 ग़ज़ल धार्मिक "માનવતા" 17124 0 Hindi :: हिंदी
નથી પૂજા, નથી અર્ચના, ફક્ત માણસ થવું અઘરું છે, બનીને દર્દ કોઈનું, કોઈનાં આંસુ લૂછવું અઘરું છે. મહેલ બાંધીને બેઠા છે અહીં લાખો યુગોથી સૌ, પણ કોઈના દિલમાં નાનકડું ઘર કરવું અઘરું છે. ઈશ્વર તો કણ-કણમાં છે, એ વાત સૌ કોઈ જાણે છે, પણ એ જ ઈશ્વરને માણસમાં જોવું અઘરું છે. કરે છે વાત ઊંચી એ સભામાં ધર્મની અકસર, અમલમાં એ જ વાતોને જરીકે લાવવું અઘરું છે. ભલે હો નામ મોટું ને ભલે હો હોદ્દો દુનિયામાં, ખરેખર 'માનવી' થઈને જગત જીતવું અઘરું છે.