Anilkumar Rathwa (Sameer) 26 Jun 2026 ग़ज़ल प्यार-महोब्बत #Google#bing#chhotaudepur#instagram 290 0 Hindi :: हिंदी
એણે મારી સામું જોયું, મેં પણ એની સામે જોયું, એક અજાણી લાગણીનો ખેલ, મેં ને એણે જોયું. શબ્દ તો ક્યારનાય ખોવાઈ ગયા હતા હોઠે, માત્ર આંખોના એ મૌન સંગાથે, દિલને મેં જોયું. કેવું આકર્ષણ હતું એ પ્રથમ મુલાકાતની પળમાં? જાણે જન્મોથી ઓળખતા હોઈએ, તેવું મેં જોયું. ધબકારા વધ્યા ને શ્વાસ પણ સહસા થંભી ગયા, એની આંખોમાં મારું પ્રતિબિંબ, આજે મેં જોયું. હવે તો બસ એ જ ચહેરો મારી નજરો સામે છે, 'સમીર' કહે, આ પ્રેમનું પ્રથમ સોપાન મેં જોયું.