Anilkumar Rathwa (Sameer) 26 Aug 2026 ग़ज़ल समाजिक "નિર્ણયની કિંમત" 263 0 Hindi :: हिंदी
આપણા નિર્ણયો ઘણી વાર આપણને હરાવી જાય છે, જ્યાં જીતવું હોય જીવનમાં, ત્યાં જ અટકાવી જાય છે. સમય તો સૌને સરખો મળે છે જીવનની સફરમાં, કોઈ એને જીવી જાય છે, કોઈ વેડફી જાય છે. ક્યારેક જીતની લાલસામાં માર્ગ ખોટો પસંદ કરીએ, પછી પોતાની જ પસંદગી સામે મન ઝૂકી જાય છે. મૌનને નબળાઈ માનીને શબ્દો વેડફી નાખીએ, એક શબ્દની ભૂલથી સંબંધો તૂટી જાય છે. અવસર બારણે ઊભો હોય છતાં ઓળખી ન શકીએ, પછી એ જ અવસરની યાદ મનને સતાવી જાય છે. જીવન તો શીખવે છે દરેક પડાવ પર કંઈક નવું, પણ સમય વીતી જાય પછી જ સાચું સમજાય છે.