Anilkumar Rathwa (Sameer) 12 May 2026 ग़ज़ल समाजिक #google#yahoo#bing 12651 0 Gujarati :: ગુજરાતી
સમજાય છે બધુંય અહીં, પણ સમય ગયા પછી, ખૂલે છે પાન-પાન અહીં, પણ સમય ગયા પછી. જીવી રહ્યા છીએ અમે અંધારમાં અત્યારે, મળે છે રોશની અહીં, પણ સમય ગયા પછી. ભવિષ્યના એ માર્ગ પર શ્રદ્ધા જ સાથ છે, જડશે બધાંય ચિહ્ન અહીં, પણ સમય ગયા પછી. વીતેલા દિવસો તણી હવે કિંમત સમજાય છે, થાય છે બધું સ્પષ્ટ અહીં, પણ સમય ગયા પછી. ડગલાં ભરો તમે હવે બસ મક્કમ બનીને, મળશે મંજિલ અહીં, પણ સમય ગયા પછી.