Anilkumar Rathwa (Sameer) 13 Apr 2026 ग़ज़ल समाजिक #Google #Yahoo #Bing 8267 0 Gujarati :: ગુજરાતી
સવારે જાય છે જ્યારે એ ભાથું હાથમાં લઈને, જગત આખુંય જીતે છે ઉમંગો સાથમાં લઈને. નથી દરકાર એને કોઈની મિથ્યા શિખામણની, નીકળ્યો છે એ ઘરની આન-બાનનો સાર લઈને. હજારો મુશ્કેલીઓ હોય, તો પણ મૌન રહે છે એ, ફરે છે આંખમાં સપનાઓનો વિસ્તાર લઈને. ટપકશે જ્યારે આ ધરતી ઉપર પરસેવો એનો, ત્યારે જ ઘર મહેકશે ખુશીનો શણગાર લઈને. નથી મળતી સફળતા એમ જ આ દુનિયામાં ‘સમીર’, નીકળવું પડે છે ખુદને રોજેરોજ તૈયાર લઈને.