Anilkumar Rathwa (Sameer) 05 May 2026 ग़ज़ल समाजिक #gujaratipoems#google#yahoo#bing 9876 0 Gujarati :: ગુજરાતી
બંને તરફ જો હોય બંદૂક, તો જ કાયદો વંચાય છે, નહીંતર શક્તિશાળીની મરજી જ ન્યાય ગણાય છે. હોય જો જોર બરાબરનાં, તો જ નિયમો કામના, બાકી તો તલવારની ધારે ઇતિહાસ લખાય છે. પૈસો નચાવે વિશ્વને, એ વાત તો સાચી મગર, જ્યાં તાકાત ગરજે, ત્યાં તો પૈસો પણ ગભરાય છે. નિયમો બિચારા નબળાની પાંખો કાપવા માટે છે, સમર્થ માટે તો એ હથિયાર બની વપરાય છે. બેસી રહે જે ભાગ્યના ભરોસે, તેને શું મળે? અહીં તો લડનારાના હક જ પહેલા વહેંચાય છે. શાંતિ ને નૈતિકતાની વાતો તો સભાઓમાં શોભે, મેદાનમાં તો બસ, જે જીતે એ જ પૂજાય છે.