Anilkumar Rathwa (Sameer) 24 May 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 14337 0 Hindi :: हिंदी
ઘડિયાળના કાંટાને આજે મેં રોકી રાખ્યા છે, દુનિયાના કોલાહલને મેં ક્યાંક ખોઈ રાખ્યા છે. નથી કોઈ દોડધામ, નથી કોઈ મથામણ હવે, મેં ખુદને જ મારા જ મનમાં પોઢાડી રાખ્યા છે. ચાનો એક કપ અને સાથે ભીની ભીની યાદો, પડદા પાછળ મેં શાંતિના ઓરડા ખોલી રાખ્યા છે. કામની યાદીઓ બધી એક ખૂણે ધકેલીને, સ્વપ્નોના દરવાજા મેં આજે તો ખોલી રાખ્યા છે. દોડતી જિંદગીને આજે 'સ્લો મોશન'માં જોવી છે, મેં શ્વાસ લેવા માટે સમય આજે રોકી રાખ્યા છે.