Anilkumar Rathwa (Sameer) 11 May 2026 ग़ज़ल समाजिक #motivationalthough #Google #Yahoo #bing 10313 0 Gujarati :: ગુજરાતી
વિચારોથી સતત આ જિંદગીનું રૂપ બદલાશે, તમે જેવા હશો, એવું જ આખું દ્રશ્ય બદલાશે. નથી આ ખેલ કિસ્મતનો, બધું છે આપણા હાથમાં, તમે પલટો જો આ વળાંક, તો ભવિષ્ય બદલાશે. મરણ સુધી આ ઘડતરની પ્રક્રિયા ચાલતી રહેવાની, હથોડો જો ટકશે પથ્થર પર, તો મૂર્તિનું સદૃશ્ય બદલાશે. ન આપો દોષ દુનિયાને, ન આપો દોષ સંજોગોને, સ્વીકારો જો જવાબદારી, તો પોતાનું ભાગ્ય બદલાશે. પસંદગી તમારી જ છે, ભલે માર્ગો હજારો હોય, તમે બદલો જો પોતાની દિશા, તો કિનારો પણ અવશ્ય બદલાશે.