Anilkumar Rathwa (Sameer) 16 Jun 2026 ग़ज़ल प्यार-महोब्बत #Google#bing#chhotaudepur#instagram 11240 0 Gujarati :: ગુજરાતી
રાહ જોવાનું કહીને એ ક્યાંક ચાલ્યા ગયા, વર્ષો મારા એક પળના પૂરમાં ડૂબી ગયા. આંખમાં લઈને બેઠો છું યાદોની મહેફિલ, શ્વાસ પણ મારા વિરહની વેદનામાં થંભી ગયા. કોણે કહ્યું કે સમય ઘાને રૂઝાવી દે છે? તમારા ગયા પછી તો જખમ વધુ ઊંડા થઈ ગયા. હજુ એ જ રસ્તા પર પગરવ તપાસું છું હું, જ્યાંથી તમે એક વાર હસીને સદાય વિદાય થઈ ગયા. 'સમીર' હવે મૌનને જ ભાષા બનાવી લીધી, શબ્દો તો ક્યારનાય આંસુ બનીને વહી ગયા.