Anilkumar Rathwa (Sameer) 08 Aug 2026 ग़ज़ल प्यार-महोब्बत "વાયા-વાયા " 690 0 Hindi :: हिंदी
એણે મારા ખબર-અંતર પૂછાવ્યા વાયા-વાયા, મેં પણ મારા ખબર-અંતર જણાવ્યા વાયા-વાયા. હજી મંઝિલ ભલે બેયની જુદી છે સાવ આજે પણ, છતાં પગલાં અહીં સુધી તો છે લાવ્યા વાયા-વાયા. કહેવું હતું જે રૂબરૂ એ કહી ન શક્યા કદી, બસ એ જ પીડામાં કાગળ છે લખાવ્યા વાયા-વાયા. નથી સીધો સંબંધ કોઈ ને અજાણ્યા પણ નથી રહેવું, કહો, કેમ આ રીતે સંબંધો સચવાયા વાયા-વાયા? કદર સમજી ગયું દિલ પણ હવે તો એ અંતરની, સંદેશા પ્રેમભર્યા જ્યારે છે આવ્યા વાયા-વાયા.