Notification

मन की बात करते हैं-देरइया -रमीज

    આપણું આ જીવન ઈશ્વરની અમૂલ્ય અને ખૂબ કિંમતી ભેટ છે. સૌ પોતાના જીવનને વ્યર્થ છે જે સમજે છે અને પોતાના જ જીવનને ટોણા મારે છે કે " મારી જિંદગી તો કેવી છે સાવ !!! " પરંતુ એવું કંઈ નથી પણ તમને ખબર નથી કે જીવનમાં શું કરાય જેથી તમારી જિંદગી સારી થઈ જાય. જીવન તો બધાને મળે છે ત્યારે જ આ દુનિયામાં વ્યક્તિ ટકે છે પરંતુ આ જગમાં જીવનને સાર્થક કરનાર આ બહુ જ ઓછા છે. એટલે કહીએ તો એનો સામાન્ય અર્થ એમ કે લોકો પોતાના જ પગ પર કુહાડા મારે છે.

  આ જગમાં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય જેને સુખ, શાંતિ અને સગવડ જોઈતી ના હોય. દરેકે દરેક વ્યક્તિને આ ત્રણ વસ્તુઓ જોઈએ છે અને એના માટે વ્યક્તિ એટલી હદે કાર્યરત થાય છે કે તેને તેના અમુલ્ય જીવનની જ ભાન રહેતી નથી.

  હવે આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે મારી પાસે એક સરસ મજાનો અને સારો એવો ઉકેલ છે. એ છે , " મન સાથે વાત " . હવે અમુક લોકોને પ્રશ્ન થતો હશે કે વળી મન સાથે કઈ રીતે વાત કરવી ??? હા , એ શક્ય છે . હવે પાછો બીજો પ્રશ્ન એ થશે કે એવું કઈ રીતે શક્ય છે ??? અમુક લોકો તો એ વિચારતા હશે કે આપણે મનને કહેવાનું કે , " એ મન ! મન..... તું સાંભળે છે ?......એ મન.....!!! " ના આવું કાંઈ નથી. આપણે આપણા આત્મીય સંબંધ થી મન સાથે વાત કરવાની છે. હવે પાછો પ્રશ્નો સો ટકા થયો જ હશે કે આત્મીય સંબંધ એટલે શું ??? તો ચાલો આજે એ પણ સમજી જઈએ. આત્મીય સંબંધ આપણો આપણી આત્મા સાથેનો સંબંધ છે. આમ તો તમે સૌએ આત્મીય સંબંધોનો અનુભવ કરેલો જ હશે પરંતુ ન કર્યો હોય તો હવે કદાચ કરી લેશો. જુઓ તમે જ્યારે બહુ ગુસ્સો કરો ને ત્યારે એક જગ્યાએ શાંતિથી બેસી જવાનું અને કોઈ પણ જે કાંઈ બોલતું હોય એ ભલે બોલ્યા કરે પરંતુ આપણે માત્ર સાંભળવાનું જ , આપણે કશું જ બોલવાનું નહીં. ત્યારબાદ આંખો બંધ કરીને એ જ વિચારવાનું કે તમારી આત્મા અંદર સાવ શાંત બેઠી છે અને બીજા બધા જ વિચાર હટાવી દેવાના એટલે તમે સાવ શાંત થઈ જશો. બસ આ જ આત્મીય સંબંધ.

 સાહેબ આજની આપણી આ આધુનિક જનરેશન તો એવી છે કે એને ડાયરેક્ટ કૂદકો મારીને ઉપર જ જવું છે. એ એમ વિચારે છે કે તેને દાદરા ની જરૂર નથી પરંતુ એક માળથી બીજા માળે જવા માટે દાદરાની જરૂર પડે જ ને !!! આપણે કાંઈ સ્પાઇડરમેન કે ક્રિશ ને એવા તો છીએ નહી કે સાતમાં માળે જવું હોય તો ખાલી એક કુદકામાં પહોંચી જઈએ. જોજો હો પાછા ઘરે ટ્રાય ના કરતા નહીતર હાથ-પગ ભાંગી જશે.

  હા , તો આપણે અત્યારે આવી જનરેશન છે પરંતુ એના માટે મન સાથે વાત કરવાની જરૂર ખૂબ છે. પેલું કહેવાય છે ને , " કભી કભી દિલ કી બાત સુન લિયા કરો હર બાર દિમાગ કી મત સુનો." અને આમાં પણ ખાસ ભારતના નાગરિક ના મગજ ની તો વાત જ ન થાય !!!! ખેર જે હોય તે પણ મારો કહેવાનો મતલબ એમ કે આપણે સૌ આપણા મગજ પર બધું ડિપેન્ડ રાખીએ છીએ , અરે કોઇકવાર મન પર પણ ડિપેન્ડ રાખી જોવો પછી જોજો કેવી મજા આવે છે તમને !!!

  તમારું મન જે કહેશે ને એ સો ટકા સાચું જ કહેશે. હવે મન સાથે વાત કઈ રીતે થાય એ એક સરસ મજાના ઊદાહરણ દ્વારા જોઈએ. તમે દસમું ધોરણ પૂરું કર્યું અને તમારો મિત્ર સાયન્સમાં એડમિશન લે છે એટલે તમને પણ મગજમાં વિચાર આવ્યો કે મારે પણ સાયન્સ લેવું જોઈએ અને પછી તો મંથન શરૂ થાય છે કે સાઇન્સ વાળાઓને બહુ ઊંચો પગાર હોય અને મોટી મોટી નોકરી મળે વગેરે વગેરે વિચારો બહુ જ આવે છે. હવે આવ્યો મન નો વારો. તો મનમાં તો એમ છે કે કોમર્સ કરવું જોઈએ. હવે દસમાં ધોરણમાં પણ વિજ્ઞાનમાં માંડ માંડ ટીપે ટીપે સરોવર ભરીને ને પાસ થયા હોઈએ અને આ આખો સાયન્સ વિભાગ કેમ પાસ કરાય ?! જો આ વિચાર જે આવ્યો એ મનનો વિચાર કહેવાય. હવે એમ થતું હશે કે ખબર કેમ પડે કે મનમાં શું વિચાર ચાલી રહ્યા છે તો ચાલો હવે એ પણ જોઇ લઇએ.

  કોઈ એકાંત વાળી અને સૂકુનવાળી જગ્યા હોય ત્યાં તમે શાંતિથી બેસો. થોડીવાર આજુબાજુનું વાતાવરણ જુઓ અને પછી આંખો બંધ કરીને તમે પહેલા તમારો ભૂતકાળ જુઓ અને પછી તમારું ભવિષ્ય જોવો કે શું તમે ભવિષ્યમાં આ વસ્તુ કરી શકશો કે તમે એના માટે એબલ છો ? બસ આના સિવાય કોઈ વિચાર આવવો જોઈએ નહીં અને આંખ ખોલો એટલે પછી અંદરથી આત્મીય સંબંધ દ્વારા મન નો જવાબ આવશે કે આપણા માટે તો કોમર્સ જ સારુ છે. મિત્ર ભલેને ગયો સાયન્સમાં એ તો એના માટે એબલ છે અને તેને સાયન્સમાં રસ પણ છે એટલે ભાઈ મારે તો કોમર્સ જ કરવું છે. બસ આ જ મન સાથે ની વાત.

   જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, " જો તમે તમારા મનને મનાવી લેશો ને તો તમારે કોઈને મનાવવાની જરૂર નહીં પડે." તમારે તમારું મન જીતવાનું છે અને એની સાથે વાત કરવાની છે પછી મન પણ કહેશે , " એ શેઠ......વાત તો કરો મારી સાથે !!! " બસ આપણે સૌએ આમ જ જીંદગી વિતાવવાની છે અને આ અમુલ્ય જીવનને સાર્થક કરવાનું છે. હવે એ આપણા પર ડીપેન્ડેડ છે કે આપણે શું કરીએ ?
 • આ જે છેલ્લો પ્રશ્નાર્થ કર્યો એ તમારા સૌ માટે…
              રમીજ ડેરૈયા....

Leave a Comment

Connect withJoin Us on WhatsApp