Anilkumar Rathwa (Sameer) 20 Sep 2026 ग़ज़ल समाजिक Google#bing#chhotaudepur#instagram 2311 0 Hindi :: हिंदी
થોડામાં જેને સુખ મળે, તેને કશું અધૂરું નથી, તૃષ્ણા જેના હૈયે વસે, તેને જગત પણ પૂરતું નથી. સોનાના મહેલો મળે, વૈભવના ભંડાર મળે, મનને શાંતિ ન સાંપડે તો કશુંય સુખ પૂરતું નથી. મૃગજળ પાછળ દોડે જે, તેની તરસ શમતી નથી, સામે સાગર હોવા છતાં, મનનું મૃગજળ પૂરતું નથી. ધન, દોલત ને માન મળે, તોય ઝંખના વધતી જાય, લોભની આગ પ્રજ્વલિત હોય તો અમૃત પણ પૂરતું નથી. આજનું સુખ વિસરીને જે આવતી કાલને શોધ્યા કરે, વર્તમાન ગુમાવ્યા પછી ભવિષ્ય પણ પૂરતું નથી. ‘પૂરતું’ જેને સમજાયું, એ જ સાચો ધનવાન અહીં, નહીં તો રાજમુકુટ માથે હોય તોય જીવન પૂરતું નથી. સમીર, મનની તૃષ્ણા જ્યાં સુધી શમતી નથી, રાજમુકુટ પણ મળે તોય જિંદગી કદી પૂરતી નથી.