Anilkumar Rathwa (Sameer) 23 Sep 2026 ग़ज़ल प्यार-महोब्बत #google#bing#chhotaudepur#instagram 300 0 Hindi :: हिंदी
મોહબ્બતને હૃદયમાં જ છુપાવી રાખવી છે, આ લાગણીને દુનિયાથી બચાવી રાખવી છે. નયનની વાત નયનો જ સમજી લે તો પૂરતું, નિઃશબ્દ પ્રીતિને હૈયે વસાવી રાખવી છે. કોઈ પૂછે સંબંધોની વાત, તો સ્મિતથી ટાળી દેવું, આ વાતોને તો મનમાં જ સચવી રાખવી છે. તારી ખુશી જ મારી ખુશીનું કારણ બની રહે, મારી દરેક ખુશી તારા નામે સજાવી રાખવી છે. નહીં માગું તારી કસમ, નહીં વચનોની જરૂર, મળ્યો જે વિશ્વાસ, એને નિભાવી રાખવો છે. વિરહની રાત આવે તો તારી યાદનો દીપક બની, અંધારી પળોને સ્મૃતિથી પ્રગટાવી રાખવી છે. જગત પ્રેમને સંબંધોની સીમામાં બાંધે ભલે, સમીર, સાચી મોહબ્બત તો મૌનમાં સચવી રાખવી છે.